" राम आशरा राम का धरणीधर का धाम |
दे ने को टुकडा भला ले ने को हरि नाम ||"
"સાધનોતિ પરં કાર્ય ઇતિ સાધુ "
ધન દોલત, માલ-ખજાના બંગલા અને મોટર ગાડીમાં ફરતા અને માલ-મલીદાના ભોજન લેતા તંવગર અમીરોને રોટલાના એક ટુકડાની કિંમત ક્યાંથી સમજાય? તમામ પ્રકારના સ્વર્ગીય સુખો પોતાની યોગ શક્તિથી મેળવવા અને ભોગવવા સમર્થ સ્છતા એવા એશ્વર્યાનો ત્યાગ કરી રોટલાના સૂકા ટુકડા આરોગી સદૈવ પ્રભુ ભજન અને જાણ સેવામાં મસ્ત રહેતા કોઈ નિજાનંદી ત્યાગી અને દયાવાન મહાત્મા-સાધુ પુરુષને જ રોટલાના ટુકડાની સાચી કિંમત સમજાય છે.
આ પુણ્ય પવિત્ર આપણી ભારત ભૂમિ ઉપર આવા ઉચ્ચકોટિના મહામાનવ મહાત્માઓની ભૂમિકા ખુબજ મહત્વની રહી છે. ઇતિહાસ અને પુરાણો સાક્ષી છે કે જયારે જયારે જરૂર જણાઈ ત્યારે ત્યારે સંતોએ મહત્વની ભૂમિકા અદા કરી છે."સંતનકી મહિમા રગુરાઈ । બહુ વિધિ વેદપુરાનન ગાઈ। "