श्री तुलसीदासजी

મહંત શ્રી તુલસીદાસજી મહારાજ

               

 

             શ્રી રામ આસરા જગ્યાની ગાદીના મહંતની પરંપરા અનુસાર શ્રી કલ્યાણદાસજી મહારાજથી ચોથી પેઢી એ થયેલ મહંત શ્રી તુલસીદાસજી મહારાજે શ્રી રામ આસરા આશ્રમ અને રામરોટી(અન્નક્ષેત્ર) ની જમાવટમાં પોતાનું જીવન અર્પી દીધુ હતું. અનેક કપરા ચડાણો પાર કરીને અનેક મુશ્કેલીઓ વેઠીને રામરોટી ઉઘરાવિને જગ્યાની પરંપરા ટકાવી રાખી.

                 શ્રી પ્રભુદાસજી મહારાજના શિષ્ય શ્રી તુલસીદાસજી મહારાજની જન્મભૂમિ રાજસ્થાનમાં બાડમેર જિલ્લાના જાસોલ ગામમાં હતી. રામાનંદી વૈષ્ણવ સાધુના કુળમાં અવતાર લીધો. પિતાનું નામ ઉમરામજીદાસજી હતું। જન્મથી જ વિરક્ત હોવાથી નાની ઉમરમાં જ ઘરબાર છોડી સાધુઓની જમાત સાથે ચાલી નીકળ્યા હતા.

               પચીસ વરસની ઉમર સુધી સાધુઓની જમાતો સાથે ભારતભરની યાત્રા કરી અને અનેક સંપ્રદાયોના અને અનેક સ્વભાવ, નીતિ-રીતે અને અનેક જ્ઞાન એટલું બધું હતું કે તેમની જોડે વાત કરનારને બાપુજી ગ્રેજ્યુટ હોય એવાજ લગતા.