श्री प्रभाकरदासजी

શ્રી મહંત શ્રી પ્રભાકરદાસજી

                          ધર્મ સ્થાનોમાં ધર્મશીલ વ્યક્તિની ખોટ ભગવાન ક્યારેય પાડવા દેતા નથી. તો શ્રી રામ આસરા તો માનવસેવાના ઉચ્ચ આદર્શો પાર ચાલતો આશ્રમ છે તેથી ભગવાન આવા સુંદર આશ્રમની ગાદી સુની કે રહેવાદે ? શ્રી રામ આસરાના મહંતો દયાળ મહારાજ તરીકે પૂજાય છે. આજુ-બાજુના ગામોના લોકો માન્યતાઓ માને છે. અને બાધાઓ રાખી દયાળ મહારાજની દયાથી પોતાના દુઃખ - દર્દ અથવા સંસારિક આધિ વ્યાધિઓમાંથી રાહત મેળવે છે. આવા તપસ્વીઓની ગાદીનો પ્રતાપ અને પ્રભાવ પણ કંઈક અનેરો છે.

                         ગાદી પાર બેસનાર સામાન્ય માનવીને પણ દયાળુ મહારાજ કેવા મહાન બનાવી દે છે તેનો મોજુદ દાખલો અથવા પ્રત્યક્ષ પ્રમાણ તે વર્તમાન મહંતશ્રી પુનમદાસજી ઉર્ફે પ્રભુદાસજી શ્રી મહંત પોતેજ છે.

                          આ સંતે થરાદ તાલુકાના મોટા મેસરા નામના ગામમાં મારવાડી પટેલ લુમ્બાજીના ઘરે અવતાર ધારણ કર્યો। પરંતુ પૂર્વના કોઈ કઠોર કર્મ કરી નાની ઉંમરમાં જ બાળ લકવા થયો અને બંને પગે અપંગ બની ગયા. ઘરના અને ગામના લોકોએ પણ કહ્યું કે આતો માતાજીનો રથ હેંડ્યો છે છોકરો ક્યારેય સાજો નહિ થાય. અને બન્યું પણ એમજ નાનકડા અભાજી(જન્મનું નામ) એ કાયમ માટે બંને પગ ગુમાવ્યા પરંતુ મગજ શક્તિ સારી હતી તેથી હિમ્મત રાખીને પોતાના તમામ કામો જાતે જ કરતા શીખી ગયા.