सुस्वागतम श्रीराम आशरा अन्नक्षेत्र, ढीमा

દરેક પ્રાણીમાત્રને જીવવા માટે ખોરાકની જરૂરત પડે છે.ખોરાક એ જીવનનો મુખ્ય આધાર છે. જુદા જુદા પ્રાણીઓનો જુદો જુદો ખોરાક હોય છે.| મનુષ્યનો ખોરાક અન્ન છે. અન્ન એ પ્રાણ છે.|

“अन्नाद भवन्ति भूतानि !”

અન્નથી પ્રાણીઓનું પોષણ થાય છે. અન્નના અભાવે મનુષ્યનું જીવન અશક્ય છે. | અન્ન એ એક ઔષધિ છે. “અન્ન સમાન નહિ ઔષધિ” અન્ન ને દેવ પણ કહેવાય છે.

અન્નના ખોરાક વિના મનુષ્ય અશક્ત થઇ જાય છે. | આ અન્ન દરેક મનુષ્યને દરેક વખતે અને દરેક સ્થળે સુલભ હોતું નથી. ક્યારેક તો પોતાની તીવ્ર સંતોષવા માટે મનુષ્ય અભક્ષ્યનો પણ સહારો લે છે. | પ્રાણીઓમાં ઉત્તમ એવો મનુષ્ય જયારે રોટલાના ટુકડા માટે ફાંફા મારતો હોય ત્યારે માનવજાતિને શરમાવું પડે.

આ સમસ્યાના ઉકેલ માટે અને પૃથ્વી ઉપર કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન રહી જાય તે માટે અન્નક્ષેત્રોની કલ્પના કરવામાં આવી.| ખાસ કરીને તીર્થધામો કે લોકોની વધારે પડતી અવર-જવર જ્યાં થતી હોય તે સ્થળોએ અન્નક્ષેત્રોની કે પાણીની પરબોની જરૂરિયાતો ઉભી થતી હોય છે.