श्री प्रभुदासजी

મહન્ત શ્રી પ્રભુદાસજી મહારાજ

 

            જંગલમાં મંગલ કરનાર સંતશ્રી કલ્યાણદાસજી મહારાજની ખ્યાતિ દૂર દૂર રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાવા લાગી. ઢીમાના જાગીરદારો આમતો મહાન શૂરવીર , બહાદુર, ટેકીલા અને ઘણા બુદ્ધિશાળી અને સાહસી હતા. ખુદ વાવ રાણા પણ ધીમાની શેહમાં રહેતા હતા. કુંડ વાવ રાણા પણ ધીમાવાળા માંથા આપતા પણ પાછા  તેવા નહતા સ્વભાવે તીખા અને સ્વાભિમાની હોવાથી તેમને છંછેડતાં વાવ રાણાજી સો વખત વિચાર કરતા. શ્રી સ્વરૂપસિંહજી ઠાકરાઈ પદે હતા. પાડ઼જી અને તગજીની પણ ઘણી નામના હતી.

            આવા બહાદુર અને સ્વભાવે તીખા મરચા જેવા ઢીમાના દરબારો ધર્મના નામે જીવ આપી દેતા પાછા પડે તેમ નહોતા સાધુસંતો પ્રત્યે તેમને આદર અને માંન હતું તેથી લગભગ બધાજ દરબારોએ કલ્યાણદાસજીને બાનવી ઘણી બાબતોમાં સયંમ ધારણ કર્યો હતો. અવાર-નવાર બાપજીને મળતા સત્સંગ શાંભળતા અને ગુરુ વચનો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા. રામાસરા જગ્યાની જમાવતમાં ઢીમાના દરબારોનો ઘણો મોટો ફાળો હતો.

           સમગ્ર ઉત્તર ગુજરાત અને મારવાડમાં અને મારવાડમાં પોષ, મહા અને લગભગ ફાગણ સુધી દ્વારકા જવાનો રિવાજ છે. ગામના યુવાનો ગુપ્તરીતે દ્વારકા જવાની યોજના બનાવે પાંચ , દાસ, પચીસ કે પચાસના ગ્રુપમાં ગામે ગામથી યુવાનો અને આધેડોના ટોળા દ્વારકાને માર્ગ ચાલી નીકળતા.