श्री कल्याणदासजी

શ્રી કલ્યાણદાસજી મહારાજ

                                    સરોવર તરુવર સંતજન ચોથા વરસે મેહ

                                      પરમારથ કે કારણે ચારોં ધરિયા દેહ.

                આ સાખીના અર્થને સાર્થક કરનાર શ્રી કલ્યાણદાસજી મહારાજ ખરેખર એક પરમાર્થી સંત થઇ ગયા. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના સોમલીયાલી ગામમાં ઉત્તમરત્નનું જાતના ચરણકુળમાં અવતાર ધારણ કર્યો હતો. સંસારની ક્ષણિક મોહમાયાના સુખનો ત્યાગ કરીને બાલોતરામાં શ્રી શાલગ્રામદાસજી મહારાજના શરણે આવ્યા.

 

              કલ્યાણકરી અને શીલવંત સાધુના શરણે જવાથી સંસાર માયાજાળમાંથી મુક્તિ મેળવવા જીવાત્મા સક્ષમ બને છે. સમર્થ સંત અનેક જીવોનો ઉદ્વાર કરી શકે છે અને જયારે જયારે સમાજને નવા સંતોની જરૂર ઉભી થાઈ ત્યારે શ્રી ભગવાના અંતર્યામી પરીબ્રહ્મ નારાયણ કરુણાના સાગર લોકો પાર કરુણા કરીને પોતાના જ કોઈ અંશાવતારને લોગોનો ઉદ્વાર કરવા સંત સવરૂપે મોકલી આપે છે.